West Bengal

બંગાળ-આસામમાં કોરોનાનો ફરી ઉછાળો

ગુવાહાટી
દેશભરમાં ૧૬મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એવામાં શનિવારે સાંજે સાત વાગ્યા સુધીમાં રસીના ૬૨ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રસીના જે ૧૦૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે તેમાંથી ૭૩.૨૪ કરોડને પ્રથમ જ્યારે ૩૨.૭૬ કરોડને રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. હાલ રાજ્યોની પાસે ૧૨.૭૩ કરોડ ડોઝ ઉપલબૃધ છે.પશ્ચિમ બંગાળ અને આસામમાં કોરોના વાઇરસના નવા કેસોનું પ્રમાણ વધવા લાગ્યું છે. બન્ને રાજ્યોમાં સાપ્તાહિક સંક્રમણ દરમાં વૃદ્ધી જાેવા મળી છે જ્યારે કોરોનાના ટેસ્ટમાં ઘટાડો જાેવા મળ્યો છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બન્ને રાજ્યોને તપાસની ગતી વધારવા અને સંક્રમણથી બચવાના ઉપાયો પર ધ્યાન આપવા કહ્યું છે. આ રાજ્યો ઉપરાંત મિઝોરમમાં પણ કેસો વધી રહ્યા છે. દેશમાં ૨૪ કલાકમાં ૧૪ હજારથી વધુ કેસો નોંધાયા જ્યારે ૫૪૯ના મોત નિપજ્યા છે તેમાંથી ૪૭૧ કેરળના છે. ૨૨મી ઓક્ટોબરે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવ રાજેશ ભુષણે પશ્ચિમ બંગાળને પત્ર લખ્યો હતો અને કોલકાતામાં કેસો વધી રહ્યા છે તે મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. આ મહિને દુર્ગા પૂજાની ઉજવણીને પગલે પશ્ચિમ બંગાળમાં કોરોનાના નવા કેસોમાં ઝડપી વધારો જાેવા મળી રહ્યો છે. જ્યારે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૪૩૧૩ કેસો નોંધાયા છે જેથી કુલ કેસોનો આંકડો ૩,૪૨,૬૦,૪૭૦એ પહોંચ્યો છે. તેવી જ રીતે સક્રિય કેસો ૧,૬૧,૫૫૫ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી ૫૪૯ લોકોના મોત નિપજ્યા છે. અને કુલ મોતનો આંકડો ૪,૫૭,૭૪૦એ પહોંચ્યો છે. નવા મૃત્યુઆંકમાં ૪૭૧ માત્ર કેરળ રાજ્યના છે. ભારતમાં રસીકરણ ઝડપી બનાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોનાની રસીના ૧૦૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Corona.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *