Gujarat

જૂનાગઢના ડુંગરપુર ગામના અમૃત સરોવર ખાતે શીલાફલકમ, વીર વંદના, પંચ પ્રાણપ્રતિજ્ઞા, વસુદા વંદન અને રાષ્ટ્ર વંદન કાર્યક્રમ યોજાયા  

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત મારી માટી મારો દેશ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના અમૃત સરોવર ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત શિલાફલકમવીર વંદનાપંચ પ્રાણપ્રતિજ્ઞાવસુદા વંદન અને રાષ્ટ્ર વંદનના કાર્યક્રમો યોજાયા હતા.

જેમાં જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મુક્તાબેન પરમારસરપંચ શ્રીમતી ભાનુબેન ધોળકિયાઆગેવાન હરિભાઈ પરમારરવજીભાઈ ધોળકિયાગ્રામ પંચાયતના સદસ્યોતલાટી મંત્રી અજય રાજ્યગુરુશાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી મારી માટી મારો દેશ અભિયાનમાં જોડાયા હતા.

હાથમાં દિપક પ્રગટાવી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અથાગ પરિશ્રમ કરીશુંગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નાબૂદ કરીશુંઆપણા દેશના ભવ્ય વારસા પર ગર્વ લઈશું અને તેનું જતન કરીશુંઆપણા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કામ કરીશુંરાષ્ટ્ર પ્રત્યેની અમારી અતૂટ ફરજો પુનઃપુષ્ટિ કરી પાલન કરીશુંની પ્રતિજ્ઞા લીધી હતી અને ગામ તળે બનેલા અમૃત સરોવર ખાતે ૭૦  વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

 

dungarpur-mari-mati-maro-desh-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *