મારી માટી ,મારો દેશ અંતર્ગત જુનાગઢ જિલ્લામાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે લોકો ઉત્સાહભેર આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાઈ રહ્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં યોજાઇ રહેલા આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં વીર જવાનોને સન્માનિત કરવાની સાથે શહીદોને વિરાંજલી આપવામાં આવી રહી છે.
મેંદરડાના રાજેસર ગામે બે દાયકા પહેલા સેનાના વીર જવાન હસમુખ પાઘડાર માતૃભૂમિ કાજે સરહદે શહીદ થયા હતા.
મારી માટી મારો દેશ અંતર્ગત આજે રાજેસર ગામે શીલા ફલકમ માં તેમની તકતી કરી ગ્રામજનોએ તેમને વિરાંજલી આપી હતી.ગામમાં વૃક્ષારોપણ અને પંચ-પ્રણ પ્રતિજ્ઞા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.


