શ્રીનગર
કાશ્મીરમાં જે પણ આતંકીઓ છે તેને ઉશ્કેરીને આ હુમલા આઇએસઆઇ કરાવી શકે છે. લશ્કરે તોયબા, જૈશ-એ-મોહમ્મદ અને ધ રેજિસ્ટેંસ ફોર્સ જેવા આતંકી સંગઠનોના આતંકી આકાઓને કહેવામાં આવ્યું છે કે પોતાના કેડરને આદેશ આપે કે તે તેઓ સૈન્યના જે પણ સૃથળો છે ત્યાં હુમલા કરે. સુત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં પહેલાથી જ ઘુસેલા આતંકીઓ આવા કોઇ મોટા હુમલાને ગમે ત્યારે અંજામ આપી શકે છે. ગુપ્ત એજન્સીઓએ આ ઇનપૂટ બાદ જે પણ સૈન્ય સૃથળો છે તેનું એલર્ટ વધારી દીધુ છે. અધિકારીઓએ જણાવ્યું કે કોઇ પણ આતંકી હુમલાને અટકાવવા માટે સુરક્ષાની પુરતી વ્યવસૃથા કરવામાં આવી છે. આ એલર્ટ એવા સમયે સામે આવી છે કે જ્યારે હાલમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાત માટે પહોંચ્યા હતા. સુરક્ષા અધિકારીઓનું કહેવુ છે કે આતંકીઓ સામે પહોંચી વળવા માટે સૈન્યને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આતંકીઓ ડ્રોન વડે પણ આવા કોઇ હુમલાને અંજામ આપી શકે છે. હાલ આવા સૈન્ય સૃથળોની ઉપર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ રાજાેરીમાં સૈન્ય દ્વારા તે તપાસ અભિયાન ચાલી રહ્યું છે તેને ૨૦ દિવસ વીતી ગયા છે. અહીં આ ઓપરેશન દરમિયાન અનેક આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જ્યારે સામેપક્ષે આતંકીઓએ હુમલો કર્યો ત્યારે નવ જવાન શહીદ થઇ ગયા હતા. આ હુમલા બાદ આતંકીઓ પૂંચ અને રાજાેરીના જંગલોમાં ભાગી ગયા હતા, જ્યાં તેમની શોધખોળ માટે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેને ૨૦ દિવસ વીતી ગયા છે.જમ્મુ કાશ્મીરના રાજાેરીમાં થયેલા વિસ્ફોટમાં બે જવાનો ગંભીર રીતે ઘવાયા હતા. આ વિસ્ફોટ એવા સમયે સામે આવી રહ્યો છે કે જ્યારે આતંકીઓ સુરક્ષા પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવા માગતા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની જાસુસી સંસૃથા આઇએસઆઇ દ્વારા આ હુમલાનું કાવતરૂં ઘડવામાં આવ્યું હોવાના અહેવાલો છે. જેને પગલે હાલ કાશ્મીરમાં જે પણ સૈન્ય સૃથળો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજાેરીમાં એલઓસી નજીક જ એક વિસ્ફોટ થયો હતો જેમાં બે જવાનો શહિદ થયા હતા.