મારા માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત ખત્રીવાડા ગામે વિર શહીદ રણછોડભાઇ બચુભાઇ શિયાળને પોલીસ
સ્ટાફ દ્રારા સલામી આપી જેમાં અધિકારીઓ શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી. જેમાં ખત્રીવાડા ગ્રામ પંચાયત
સરપંચ જીતેન્દ્રભાઇ, સભ્યો તેમજ ટીડીઓ, પી એસ આઇ, વિસ્તરણ અધિકારી, વસંત ગઢીયા,, સહીત
ગ્રામજનો ઉપસ્થિત રહી શહીદજવાનને શ્રધ્ધાંજલી આપી હતી.
આ ઉપરાંત આપણા દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થનાર છે જે અન્વયે આઝાદી કા અમૃત મહોત્સવ
રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે ઉટવાળા ગ્રામ પંચાયત દ્વારા શહીદ વીરો તેમજ ઊંટવાળા માંથી દેશની
સેવા અર્થે જોડાયેલા સૈનિકો અને તેમના પરિવારજનોને સન્માનિત કરવા માટે "મારી માટી મારો દેશ"
સરપંચ જોરૂભા ભોળુભા ગોહિલ તેમજ ગ્રામજનો દ્રારા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ
તેમના માટે સ્મારક બનાવવામાં આવેલ છે તથા સાથે સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને 15 મી
ઓગસ્ટ- દિલ્હી કાર્યક્રમ માટે ઊંટવાળા ગામની માટી દિલ્હી મોકલવામાં આવી હતી..


