Gujarat

સુત્રાપાડા ના પ્રાચી નજીક રેશનિંગના *સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપાયો..

હાર્દિક કાનાબાર પ્રાચી
ગરીબોનું સરકારી અનાજ બારોબાર વેચી મારવા ના *કૌભાંડ નો પર્દાફાશ..*
વેરાવળ ડે.કલેક્ટર બાટી ની ટીમે પાડ્યો દરોડો…
 રેશનિગ માં આવતો ગરીબો ને આપવા માટે આવતો સરકારી અનાજ નો જથ્થો બારોબાર વેચી મારવાના વારંવાર બનાવો બનતા રહે છે જેમાં સુત્રાપાડા તાલુકાના પ્રાચી નજીક આવેલ ટિબડી ગામે થી સરકારી અનાજ નો જંગી જથ્થો પકડાતા ચકચાર મચી હતી
જાણવા મળતી વિગત મુજબ સરકારી અનાજ નો જથ્થો પરબારો બારોબાર સગેવગે થતો હોવાની બાતમી મળતા વેરાવળ ડે. કલેક્ટર બાટી ની ટિમ દ્વારા  સુત્રાપાડા ના પ્રાચી નજીક આવેલ ટીબડી ગામે આવેલ  ભાગ્યલક્ષ્મી સિડ્સ નામના ગેરકાયદે ચાલતા કારખાના પર ઓચિંતો દરોડો પાડતા ભાગ્યલક્ષ્મી સિડ્સ નામ થી ચાલતા કારખાના માંથી ગરીબો ને આપવા માટે આવતો સરકારી અનાજ નો જથ્થો મળી આવ્યો હતો જેમાં 643 કટા (50 કિલો ના બાચકા) સરકારી માર્કા અને સરકારી સિલાય વાળા ઘઉં ચોખા અને ચણા નો જથ્થો ઝડપાયો. કારખાનાનો સંચાલક મુકેશ ઝાલા ની અટકાયત કરી હતી
આમ સરકારી અનાજ ના ગોડાઉન માંથી સીધો બ
બારોબાર જથ્થો સગેવગ થતા ગરીબો ને મળતું અનાજ બારોબાર વહેંચાઈ જતો હોવા ના વારંવાર બનાવો બનતા હોવાથી  ગરીબો ને પૂરતું અનાજ મળતું નથી
વધુ તપાસ કરતા ગેટ પાસ પણ મુકેશ મોરી નામના કોન્ટ્રાક્ટર ના નામના મળી આવ્યા હતા  સરકારી અનાજ નો જથ્થો સરકારી અનાજ દુકાનદાર ના બદલે  સીધો કારખાના માં સપ્લાય કરતા
 જિલ્લા પુરવઠા વિભાગે તમામ જથ્થો સિઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં 643 કટા 50 કિલો વાળા બાચક તેમજ 1 ટ્રેક્ટર, 1 બોલેરો પીકઅપ અને 1 રીક્ષા સહિત નો મુદ્દામાલ પુરવઠા વિભાગે તમામ  સિઝ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી તેમજવેરાવળ પ્રાંત અધિકારી બાટી ની કાર્યવાહી થી કૌભાંડીઓમાં દોડધામ. મચી હતી
થોડા સમય પૂર્વે પણ વેરાવળ થી સરકારી રેશનિંગ નો જથ્થો ઝડપાયો હતો વારંવાર આવી ઘટનાઓ બનતિ રોકવા જિલ્લા કલેક્ટર વઢવાણીયા એ  કડક કાર્યવાહી ના આદેશ આપ્યો હતો આવા કૌભાંડિયા ઓને કડકમાં કડક સજા કરી ગરીબો માટે આવતો સરકારી અનાજ ગરીબો ને મળી રહે તેને ધ્યાને લઇ યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું

IMG-20230810-WA0188.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *