વંથલી નગર પાલિકા નાં ચીફ ઓફિસર તરીકે દેવિબેન ચાવડા ની રેગ્યુલર નિમણુંક થતા આજે વંથલી શહેર કોંગ્રેસ ડેલીગેશન દ્વારા નગર પાલિકા કચેરી ખાતે સત્કાર સ્વાગત કર્યું હતું,અને વંથલી શહેર નાં વિકાસ નાં કાર્યો માં સહકાર આપવા ની ખાત્રી આપી સંકલન માં રહી જનહિત નાં કાર્યો કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી
આજના ચીફ ઓફિસર નાં સત્કાર સ્વાગત અને સન્માન કાર્યક્રમ માં વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ,નગર પાલિકા માજી પ્રમુખ સિરાજ વાજા, તોસીફ અઝીઝ, રૂડાભાઈ હુણ,પ્રમોદભાઈ વાણવી સહિત નાં પદાધિકારીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
તસવીર જયદીપ બરવાડીયા
અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર


