Gujarat

સાવરકુંડલા શહેરમાં શિક્ષણ ચારિત્ર્ય અને સંસ્કારનાં ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત જેસર રોડ સ્થિત ગુરુકુળમાં આજરોજ વિશ્ર્વ સિંહ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સમગ્ર કાર્યક્રમમાં આપણાં ગીર ગૌરવ સમા સિંહ વિશે શાળાના આચાર્ય શ્રી ગિરીશભાઈ વ્યાસે અને ઉપાચાર્ય શ્રી કૌશિકભાઈ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને સવિસ્તર સમજ આપી.
———————————————————————
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી હરીપ્રસાદદાસજી સ્વામી તથા સંસ્થાના વડા શ્રી ભગવતપ્રસાદદાસજી તથા મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ કનકોટિયા સાહેબે વિશ્ર્વ સિંહ દિવસની શુભેચ્છાઓ પાઠવી.
——————————————————————— સાવરકુંડલા જેસર રોડ ગુરુકુળમાં  વિશ્વ સિંહ દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી. શાળામાં સૌપ્રથમ પ્રાર્થના સભામાં સિંહ વિશે અનેરૂ જ્ઞાન શાળાના આચાર્યશ્રી વ્યાસ સાહેબ તેમજ ઉપાચાર્યશ્રી કૌશિકગિરી ગોસ્વામીએ આપ્યું હતું. શાળાના તમામ વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા સાથે સુંદર સિંહ રક્ષાની પ્રતિજ્ઞા લીધી તેમ જ જેસર રોડના મુખ્ય માર્ગો પર ગોસ્વામી સાહેબ દ્વારા આપેલા સ્લોગન *”ગુજરાતનું ગૌરવ કોણ આપણો ગીર કેસરી”* ના નારા સાથે બેનર તેમજ સ્ટીકરો સાથે શિસ્તબદ્ધ રીતે સમાજમાં અનેરી જાગૃતિ અને ઉત્સાહ જેસર રોડ ગુરુકુળ દ્વારા રજૂ થયો જેને સંસ્થાના પ્રમુખશ્રી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી તેમજ સંસ્થાના વડા શ્રી ભગવત પ્રસાદદાસજી સ્વામી દ્વારા રાજીપો વ્યક્ત થયો તેમજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ કણકોટિયા સાહેબ દ્વારા દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને ઉત્સાહ બદલ શુભકામનાઓ વ્યક્ત કરી.

IMG-20230810-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *