ભારત ના માન.વડાપ્રધાન શ્રી ના ‘૨૦૨૫ ટીબી નાબૂદીકરણ’ ના લ્ક્ષ્યાક હાસલ કરવા આજ રોજ તારીખ ૧૦-૦૮-૨૦૨૩ ના રોજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી.નાથાભાઈ સાવરિયા અને તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને ટીબી મુક્ત પંચાયત અંગે જોડિયા તાલુકા પંચાયત ના સભ્ય શ્રી ની મિટિંગ નું આયોજન તાલુકા પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું. જોડિયા તાલુકા પ્રમુખ ભરતભાઇ દલસાનીયા.જોડિયા તાલુકા પંચાયતના ગઢીયા સાહેબ હાજર રહ્યા હતા. ટીબી કેવી રીતે ફેલાય છે , ટીબી ના લક્ષણો , નિદાન , સારવાર , ટીબી અટકાયત માટે શું કરવું જોઇયે અને પંચાયત શું ભૂમિકા ભજવી શકે તે માહિતી પ્રેઝનટેશન દ્વારા આપવામાં આવી. મેડિકલ ઓફિસર ડો.ધીરેન પીઠડીયા દ્વારા નિક્ષય પોષણ યોજના અંગે દર્દી ને શું લાભ થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. ડી.એસ.બી.સી.સી ચિરાગભાઈ પરમાર દ્વારા છેવાડા ના લોકો સુધી પહોચવા IEC કરવા તેમજ ટીબી રોગ અંગે ગેરમાન્યતા છે તે દૂર કરી SBCC દ્વારા લોકો નું વર્તન પરીવર્તન કરવા અંગે માહિતી આપેલ. આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંજય સોમૈયા, તાલુકા સુપર વાઈઝર ભીમજીભાઈ ગોધાણી તેમજ તાલુકા ટીબી સુપર વાઈઝર નિકુંજ પાગડાર તેમજ જોડિયા તાલુકા આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા…………………


