Gujarat

કઠલાલ તાલુકાના છીપડી ગામે “મેરી માટી મેરા દેશ” અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
 તારીખ 10 /8/ 2013 ને ગુરૂવારના રોજ છીપડી ગામે માન્ય  વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ તેમને આદેશ અનુસાર “મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત છીપડી ગામે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં 620 કાર્યક્રમની માહિતી આપી તદુપરાંત 2022 નું નાણાકીય વર્ષ અને વર્ષ 2024 _25 માટેના વિકાસ કામોની યાદી વંચાણે લેવામાં આવી ચાલુ સાલે પ્રગતિ પથ કામોની સમીક્ષા કરવામાં આવી આયુષ્યમાન ભારત યોજના વિશે માહિતી આપી /અટલ પેન્શન યોજના વિશે માહિતી આપી /પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિશેની માહિતી આપી /તેમજ અંત્યોદય શ્રમિક વીમા યોજના ની સુંદર માહિતી આપી/ મહિલા તેમજ બાળ સભા આંગણવાડીના ભૂલકાઓને આપવામાં આવેલ પોશાક તેમજ સગર્ભા બેનો વિશેની જાણકારી આપી /તેમજ છીપડી ગામે દેશમાં જે રક્ષણ કરીને દેશની સેવા કરી છે તેવા ગામના સૈનિક તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પીઆઇ તેમજ પીએસઆઇ તમામનું સાલ તથા પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત પંચ પ્રાણ પ્રતિજ્ઞા/ વસુધા વંદના તથા વિશેષ વંદન તેમ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ગામના પંચાયતના સરપંચ રાવજીભાઈ રતનસિંહ ઝાલા તથા તલાટી કમ મંત્રી તથા સ્ટાફ શાળાના શિક્ષકો ગ્રામ પંચાયત સદસ્યો તથા ગામના વડીલો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ સહદેવસિંહ વાળા જેમનું જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા તેમને ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી આમ સુંદર ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

IMG-20230810-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *