મુખ્યમંત્રીના પ્રવાસને લઈને કલેકટરના અધ્યક્ષ સ્થાને તૈયારી બાબતે બેઠક કરવામાં આવી
છોટાઉદેપુર જીલ્લાના મુખ્ય મથક છોટાઉદેપુર શહેરમાં આવતી કાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આકસ્મિક મુલાકાત માટે આવી રહ્યા છે. તેઓ દાહોદથી નીકળી સવારના છોટાઉદેપુરના ખુટાલીયા હેલીપેડ પરથી ખાસ કોન્વોય દ્વારા સર્કિટ હાઉસ જશે અને ત્યાંથી દરબાર હોલ ખાતે રાજકીય પક્ષ સાથે બેઠક કરશે ત્યારબાદ વિવિધ પદાધિકારીઓ સાથે સંકલન બેઠક કરી વિવિધ આગેવાનોને મળશે. છોટાઉદેપુરથી સીધા ગાંધીનગર જવા રવાના થશે. આ અંગે કલેકટર કચેરી ખાતે તમામ અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. કલેકટરના અશ્યક્ષ સ્થાને તેમજ ડીડીઓ, એસપી, આરએસી, એસડીએમ તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. કલેકટર કક્ષાએથી મુખ્યમંત્રીની મુલાકાત માટે એમ્બ્યુલન્સ, ફાયરફાઈટર, મોબાઇલ વોશરૂમ, ફોગીંગ, ક્લીનીંગ, પાણી વગેરે બાબતોમાં ચોકસાઈ રાખવા તેમજ પુરવઠાની ખાતરી કરવા સુચના કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


