કપડવંજ તાલુકાના ધોળાકુવા તાબે જીતપુરા ગામે અમૃત સરોવર ખાતે તેમજ જીતપુરા પ્રાથમિક શાળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત “મેરી મિટ્ટી મેરા દેશ” “વીરો કો વંદન” અંતર્ગત વીર શહીદોની યાદમાં શિલા ફલક અનાવરણ, માટીના દિવડા પ્રજ્વલિત કરી હાથમાં રાખી પંચપ્રણ પ્રતિજ્ઞા, ધ્વજ વંદન, મહેમાનોના વરદ હસ્તે વૃક્ષારોપણ, રાષ્ટ્ર ગાન, પ્રભાત ફેરી સહિતના વિવિધ કાર્યક્રમો યોજી આઝાદીના અમૃત મહોત્સવની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કપડવંજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મૂળરાજસિંહ સોલંકી, ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ રાજેશભાઈ શર્મા (આતરસુંબા), સરપંચ રણજીતસિંહ ઝાલા, તલાટી કમ મંત્રી બાબુસિંહ, ઉપ સરપંચ માનસિંહ ઝાલા, ગ્રામ પંચાયતના સર્વે સદસ્યો, શાળાના આચાર્ય તથા શિક્ષણ ગણ, ગામ આગેવાનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


