Gujarat

ઉના-ગીરગઢડા તાલુકામાં અતિવૃષ્ટિના લીધે ખેડૂતોના પાકને થયેલ નુકસાનીનો સર્વે કરી સહાય આપવા માંગ….

ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા દોઢેક મહીનાથી પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાન થયેલ હોય સરકાર દ્રારા
નુકસાન થયેલા પાકનો સર્વે કરી સહાય ચુકવવામાં આવે તેવી માંગ જીલ્લા પંચાયત સદસ્ય પ્રકાશભાઇ ટાંકએ રાજ્યના મુખ્યમંત્રીને
લેખિત રજુઆત કરી હતી.
ઊના ગીરગઢડા તાલુકામાં છેલ્લા દોઢેક મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ખેડૂતોના તમામ પાકોને નુકસાન થયેલ છે.
એક બાજુ સતત વરસાદના લીધે ખેડૂતોના ખેતરમાં જઈ શકાય તેવી સ્થિતિ ન હોવાથી વ્યાપક પ્રમાણમાં નિંદામણ નિકળી ચૂક્યું છે.
બીજી બાજુ સતત વરસાદ અને વાદળછાયુ વાતાવરણના લીધે સૂર્યપ્રકાશ ન મળતો હોવાથી પાકમાં રોગનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં
વધી ગયું છે. ઘણા ખેડૂતોના ખેતરમાં સતત વરસાદના લીધે પાણી ભરાઈ રહેતું હોવાના કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે. આમ
ખેડૂતોના તમામ પાક નિષ્ફળતાની હારે ઉભા હોય ચાલુ ચોમાસામાં આશરે ૫૦ દિવસથી સતત વરસાદ વરસવના લીધે ખેડૂતોને
વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ હોય બંને તાલુકાના ખેડૂતોના ખેતરમાં સર્વે કરાવી અને યોગ્ય વળતર આપવા માંગ મુખ્ય મંત્રીને
લેખિત રજુઆત કરી હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *