Gujarat

ઉનાના ખજુદ્રા ગામના શખ્સે ક્રુરતાથી આખલાની પીઠ પર કુહાડી મારી ગંભીર ઇજા પહોચાડી…

આવા તત્વોએ પશું પર ઘાતકી રીતે હુમલો કરતા લોહીલોહાણ હાલતમાં કરતા ગૌપ્રમિમાં રોષ…શખ્સ વિરુદ્ધ પોલીસે ગુન્હો
નોંધ્યો..
ઉનાના ખજુદ્રા ગામે રહેતો શખ્સએ કુહાડી વડે આખલા ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. અને  આખલો ગંભીર રીતે
ઘાયલ થતા ગામ લોકોને અને ગૈપ્રેમીઓને જાણ થતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આખલાની સારવાર કરવામાં આવી હતી.
આવી ક્રૂર ઘટનાને પગલે મુંગા પશુ પર હુમલો કરનારા તત્વો સામે લોકોમાં ભારે આક્રોષ ફેલાયેલ હતો. આ અંગે પોલીસે આખલા
પરને ગંભીર ઇજા કરનાર શખ્સ વિરૂધ પોલીસમાં ગુન્હો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે…
ખજુદ્રા ગામે રહેતો હર્ષદ જીવા બારૈયા નામના શખ્સે ગામમાં રખડતા પશુ આખલા ઉપર લોખંડની કુહાડી હાથમાં લઇ પીઠ ઉપર
મારી  દીધેલ હતી. અને આખલા પર શખ્સે કુહાડી મારી દેતા પીઠ ઉપરજ લોખંડની કુહાડીનું ફણું ખુચેલ અને લોહીલોહાણ
હાલતમાં હોય તાત્કાલીક ગૈરક્ષકને જાણ કરતા ગૈપ્રમિ યુવાનો ખજુદ્રા ગામે દોડી જઇ આખલાની પીઠ પર થયેલ ગંભીર ઇજા પર
સારવાર કરવામાં આવી હતી. પશુ પર હુમલો કરી ગંભીર ઇજા પહોચાડનાર હર્ષદ જીવા બારૈયા વિરૂધ પોલીસે ગુન્હો નોંધી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ ઘટના બાબતે ગુણવંતભાઇ તળાવીયા કોંગ્રેસ પ્રમુખ એ પી આઇ ગોસ્વામીને ફોન કરી કહેલ કે સાહેબ આખલાની ઘટના બની છે
તેમાં અમારા  કોંગ્રેસના નજીકના કાર્યકર હર્ષદ બારૈયા હોય તેને પોલિસ લેવા ગયાં છે તેને સવારે રજૂ થાઈ તો, પીઆઇ એ જણાવેલ
કે ગુણવંતભાઇ ગૈવંશને આવા લોકો ત્રણ-ત્રણ,ચાર-ચાર ઘા મારી કૂર ઘાતકી રીતે ઈજા કરે એમને બચાવવા પણ કોંગ્રેસ પડી ગઇ આ
તમને શોભે નહી. આ પ્રકારની વાતો માટે મને ફોન ના કરતા તેવું કહેતાજ ફોન કટ કરી નાખ્યો તેવું રેકોર્ડિંગ સામે આવ્યો હતો.

-ગામના-શખ્સે-આખલાની-પીઠ-પર-કુહાડી-મારી-ગંભીર-ઇજા-પહોચાડી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *