આજરોજ માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામ. ની શ્રી ખંભાળિયા પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી ઉત્સાહભરી કરવામાં આવી હતી સિંહ દિવસ ની નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને એસએમસી ના સભ્ય તથા સરપંચ શ્રી. અને ગામ લોકો પણ ઉજવણીમાં ભાગ લીધો હતો બાળકો દ્વારા સિંહ વિષય પર વકૃત્વ રજુ કર્યું હતું વિદ્યાર્થીઓને સિંહનું ફિલ્મ પણ બતાવવામાં આવ્યું હતું આ ઉપરાંત શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થી ઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી શાળામાં ધ્વજ વંદન નોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો..રિપોર્ટર વિમલ રાય કુંડલીયા


