આજ રોજ માનવ સેવા સમિતિ ભચાઉ દ્વારા હિમ્મતપુરા વિસ્તાર માં અતિ ગરીબ વર્ગના લોકો માટે મુસ્લિમ સમાજ ભચાઉ દ્વારા લોકફાળો કરીને એક સાર્વજનિક રસોડું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તા.25-3-2020 થી 14-04-2020લોકડાઉન સંપૂર્ણપણે ખુલી જાય ત્યાં સુધી ત્યાં સુધી આ રસોડું ગરીબો માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અને આ રસોડામાં સર્વ ધર્મના લોકો માટે છે કેમકે માનવ સેવા સહુથી મોટી સેવા છે આવા મહામારી ના સમયે જરારે સમપુણ ભારત લોકડાઉન હોવાથી તમામ કામધંધા બંધ હોવાથી જરૂરત મંદોને ગરીબ પરિવારો માટે આ સેવા ચાલુ કરવામાં આવી છે જેમાં સરકારશ્રી દ્વારા લાગુ કરેલ બંધારણની કલમોનું ચુસ્તપણે પાલન કરી વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક એક મીટરના અંતરે ઉભા રાખી તેમને જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે રિપોર્ટર સૈયદ રજાકશા ટોડીયા કચ્છ