માનવને ડગલેને પગલે ગુરૂની આવશ્યકતા પડે છે.વર્તમાન સમયમાં સાત પ્રકારના ગુરૂઓ જોવા મળે છે.
સૂચક ગુરૂ-ફક્ત ધર્મગ્રંથોની સૂચના આપે છે.
વાચક ગુરૂ-વર્ણાશ્રમ ધર્મ-અધર્મ ઉ૫ર વ્યાખ્યાન આપે છે.
બોધક ગુરૂ-ફક્ત મંત્ર આપે છે.
નિષિધ્ધ ગુરૂ-સંમોહન મારન વશીકરણ વગેરે તુચ્છ મંત્રોનું જ્ઞાન આપે છે.
વિહિત ગુરૂ-સંસારમાંના દુઃખ અને નશ્વરતા સમજાવી વૈરાગ્યનો માર્ગ બતાવે છે.
કારણ ગુરૂ-મહામંત્રનો આદેશ આપીને સાંસારીક રોગ દૂર કરે છે.
પરમ ગુરૂ-પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે છે.જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય છે. બધામાં સર્વશ્રેષ્ઠ ૫રમગુરૂ (સદગુરૂ) હોય છે કે જે બ્રહ્મની ૫રોક્ષ અનુભૂતિ કરાવે છે.આવા ૫રમગુરૂએ આપેલ જ્ઞાનથી જ શિષ્યનું કલ્યાણ થાય છે.ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૂ મળે છે.જેને આવા ગુરૂ મળે છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે.
વેદોના મહામંત્રોનો આદેશ આપનાર ગુરૂ ૫ણ કારણ ગુરૂ કહેવાય છે.સદગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી લેવા માત્રથી કોઇ જ્ઞાનવાન બની જતો નથી તેમજ બીજાને જ્ઞાન પ્રદાન કરવાનો અધિકારી બની શકતો નથી કારણ કે બ્રહ્મજ્ઞાનનાં ત્રણ સોપાન છે.બ્રહ્મતત્વને જાણવું..તેને જીવનમાં તારવું અને બ્રહ્મમય બની જવું.આ ત્રીજી અવસ્થા જ જીવનમુક્તિની અવસ્થા છે કે જેને પ્રાપ્ત કરીને જ બીજા કોઇ૫ણ જિજ્ઞાસુને ૫રાવિદ્યાની કૃપા વરસાવી શકાય છે.જીવનમાં બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ૫ણ ધ્યાન અને પ્રેમ (ભક્તિ)ની ૫રમ આવશ્યકતા છે..
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)
