સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સપ્તધારા સપ્તાહની ઉજવણી નિમિત્તે સર્જનાત્મક ધારા અને CWDC ના સંયુક્ત ઉપક્રમ હેઠળ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 33 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ઉપાચાર્ય વૈશાલીબેન મકવાણાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનું સુચારુ આયોજન અને સંચાલન પ્રા. આકાશ પરમાર દ્વારા કરવામાં આવ્યું. નિર્ણાયકની મહત્વની ભૂમિકા ડો. વંદનાબેન રામી અને તૃષ્ણાબેન ગોહિલ દ્વારા નિભાવવામાં આવી હતી.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


