Gujarat

ગાંધીનગર ખાતે ડી.એફ.એસ. કચેરી દ્વારા રાજયના પોલીસ અધિકારી/કર્મચારીઓ માટે “ક્રાઇમસીન મેનેજમેન્ટ ફોર ક્રાઇમસીન ઓફીસર” વિષયક દ્વિ-દિવસીય તાલીમનું આયેાજન

ગાંધીનગર
ન્યાય સહાયક અને વિજ્ઞાન નિયામકની કચેરી (ડી.એફ.એસ.), ગાંધીનગર ખાતે તા.૧૦ અને ૧૧ ઓગષ્ટ, ૨૦૨૩ના રોજ રાજયના પોલીસ અધિકારી/કર્મચારીઓ માટે “ક્રાઇમસીન મેનેજમેન્ટ ફોર ક્રાઇમસીન ઓફીસર’ વિષયક દ્વિ-દિવસીય તાલીમનું આયેાજન કરવામાં આવ્યું છે.
ઉકત તાલીમમાં ફોરેન્સિક સાયન્સની તમામ શાખાઓના ઉપયોગથી ક્રાઇમ સીન મેનેજમેન્ટ એટલે કે પુરાવાની ઓળખ, પુરાવા એકત્ર કરવાની તકનિકો, જરૂરીયાતો અને દસ્તાવેજાે સહિત શોધ, પુરાવાઓની સંભાળ અને જાળવણી વગેરે વિષયો પર તાલીમ અપાશે.
આ તાલીમમાં પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે કહ્યું કે, ડી.એફ.એસ. દ્વારા વૈજ્ઞાનિક પધ્ધતિથી પોલીસ તપાસની કામગીરીમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે. પોલીસ તપાસમાં ડી.એફ.એસ.ની ભૂમિકા ખૂબ જ
મહત્વની છે. આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનનો ઉપયોગ પોલીસ તપાસની કામગીરી વધુ ઝડપી બનાવે છે અને સચોટ પુરાવા એકત્ર કરવામાં ઉપયોગી પુરવાર થાય છે. તેમજ વૈજ્ઞાનિક પધ્ધતિ- ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ તપાસની કામગીરી તટસ્થપણે થાય છે. ઉપરાંત કોઇ ગુનેગાર નિર્દોષ છૂટી ન જાય તેમજ કોર્ટ કાર્યવાહીમાં પણ સચોટ પુરાવા રજૂ કરી શકાય તે માટે આ તાલીમ ખૂબ જ ઉપયોગી બનશે. તાલીમ લઇને જનાર પોલીસ અધિકારી પોતાના કાર્યમથક ઉપર અન્ય સહકર્મીઓને પણ આ તાલીમથી માહિતગાર કરે તેમ પણ શ્રી સહાયે ઉમેર્યુ હતુ.
ડી.એફ.એસ.ના નિયામક શ્રી એચ.પી.સંઘવીએ જણાવ્યું કે, કન્વીકશન રેટ પ્રોજેકટ હેઠળ પ્રથમ તબક્કામાં દ્વિ દિવસીય તાલીમનું આયોજન કરાયું છે જે આગામી સમયમાં દર મહિને બે બેચમાં કરાશે અને વધુમાં વધુ પોલીસ કર્મીઓને વિજ્ઞાન-ટેકનોલોજીથી માહિતગાર કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *