બોડેલીના સુખી હોસ્પિટલ માં રોશની યંગ સર્કલ દ્વારા ઇન્દુ બ્લડ બેન્ક ના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો
રક્તદાન કેમ્પમાં બોડેલીના તમામ ધર્મના યુવાનોએ ઉત્સાહભેર પોતાનું રક્તદાન કર્યું
આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા
પોતાનું રક્તદાન કરી બીજા કોઈની જિંદગી બચે તે હેતુથી બોડેલીના યુવાનોએ એકતા પૂર્વક આ કેમ્પમાં ભાગ લીધો હતો
બોડેલી ની નામાંકન હોસ્પિટલ સુખી હોસ્પિટલ ખાતે ઇન્દુબેન બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં લોકોએ રક્તદાનમાં ભાગ લીધો હતો
રોશની યંગ સર્કલ દ્વારા દર વર્ષે મોહર મના મહિનામાં રક્તદાનનું આયોજન કરવામાં આવે છે હજરત ઇમામ હુસૈન ની યાદ માં દર વર્ષે રોશની યંગ સર્કલ કમિટી દ્વારા રક્તદાન યોજાઈ છે ત્યારે આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બોડેલી સુખી હોસ્પિટલમાં સવારે 10 વાગ્યે બ્લડ ડોનેટ નું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વડીલો બ્લડ ડોનેટ કર્યું હતું જેથી બોડેલી સુખી હોસ્પિટલ અને ઈન્દુ બ્લડ બેંક ના તબીબોએ રોશની એન્ડ સર્કલ કમિટી નો આભાર વ્યક્ત કર્યો હતો
. .
ઈમરાન મનસુરી બોડેલી છોટા ઉદેપુર
