Gujarat

શ્રી જય સ્વામીતેજાનંદ “દશકોશી પાંચ પરગણા બેતાલીસ ગામ ટ્રસ્ટ” દ્વારા આયોજીત , વર્ષ 2023 મા ધોરણ 10 તથા 12 પાસ વિદ્યાર્થીઓ નુ સન્માન

શ્રી જય સ્વામીતેજાનંદ “દશકોશી પાંચ પરગણા બેતાલીસ ગામ ટ્રસ્ટ” દ્વારા આયોજીત , વર્ષ 2023 મા ધોરણ 10 તથા 12 પાસ વિદ્યાર્થીઓ નુ સન્માન,  ડોક્ટરો, એડવોકેટ, એન્જિનિયર જેવા પ્રતિભા સંપન્ન મહાનુભાવો નું સન્માન, સેવા નિવૃત્ત થયેલ મહાનુભાવો તેમ જ 75 વર્ષના વ્યક્તિ વિશેષ વડીલો નું  સન્માન તેમજ સ્નેહમિલન અને પ્રીતીભોજ નો કાર્યક્રમ તારીખ 12/8 /2023 ને શનિવાર ના રોજ  રાખવા મા આવેલ.  કાર્યક્રમ ના મુખ્ય અતિથિ ડૉક્ટર કિરિટભાઇ સોલંકી_સાંસદ સભ્ય શ્રી અમદાવાદ પશ્ર્ચિમ લોકસભા અને અતિથિ વિષેશ દશક્રોઇ ધારાસભ્ય શ્રી જમનાદાસ બાબુભાઇ પટેલ પધારેલ અને કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ નુ, 75 વર્ષ થી વધુ ઉંમર ના વડીલો નુ, સમાજ ના ડૉક્ટર,  એન્જિનિયર,  એડવોકેટ અને રિટાયર્ડ કર્મચારી ઓનુ સન્માન કરવા મા આવેલ. લોક લાડીલા સાંસદ અને ધારાસભ્ય શ્રી ઓએ ધારદાર વક્તવ્ય થી સમાજ જનો ને સંબોધન કરી શિક્ષણ અને વિકાસ પર ભાર મૂકવા આહવાન કરેલ જેને જનમેદની એ તાલીઓના ગડગડાટ થી વધાવી અને સાંસદશ્રી તથા ધારાસભ્ય શ્રી નુ અભિવાદન કરેલ. ભારત માતા ના  જયઘોષ સાથે દેશપ્રેમ અને સમાજ પ્રેમ આનંદીત વાતાવરણ મા સૌ સાથે મળી આ કાર્યક્રમ ને દીપાવેલ.

IMG-20230813-WA0172.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *