Delhi

અદાણીની કંપનીમાં રોકાણ કરીને LICને કોઈ નુકસાન થયું નથી ઃ LIC ચીફ સિદ્ધાર્થ મોહંતી

નવીદિલ્હી
દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ન્ૈંઝ્ર) હાલમાં દિવસોમાં ઘણી ચર્ચામાં છે. સંસદથી લઈને રોકાણકારો સુધી દરેક જગ્યાએ ન્ૈંઝ્રની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન અદાણીના રોકાણ પર ન્ૈંઝ્ર ચીફ સિદ્ધાર્થ મોહંતી તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે પહેલા તો સંસદમાં ઁસ્ નરેન્દ્ર મોદીનો ન્ૈંઝ્ર પર વિશ્વાસ કરવા બદલ આભાર માન્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, અદાણીની કંપનીમાં રોકાણ કરીને ન્ૈંઝ્ર ને કોઈ નુકસાન થયું નથી. ન્ૈંઝ્ર ચીફ સિદ્ધાર્થ મોહંતી કહ્યું કે, ન્ૈંઝ્ર રોકાણકારોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે અનેક પ્રયાસ કરી રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારથી પીએમ મોદીએ સંસદમાં ન્ૈંઝ્રની પ્રશંસા કરી છે, ત્યારથી રોકાણકારો, પોલિસી હોલ્ડર્સ અને શેર હોલ્ડર્સ પ્રત્યે તેની જવાબદારીમાં વધારો થયો છે. એલઆઈસીના ચીફ સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું કે, અમે કોઈ એક કંપની વિશે વાત કરવા માંગતા નથી, પરંતુ અદાણીની કંપનીમાં રોકાણ કરીને ન્ૈંઝ્ર ને કોઈ નુકસાન થયું નથી. અમે નીતિઓ અને પ્રોટોકોલ મુજબ અદાણીમાં રોકાણ કર્યું છે. કંપનીના શેરના ભાવ નીચા હતા, ત્યારે અમે રોકાણ કર્યું અને જેમ જેમ ભાવ વધવા લાગ્યા, અમને રોકાણનો લાભ મળ્યો છે. આંતરિક પ્રોટોકોલ અને નિયમનને ધ્યાનમાં રાખીને અદાણીમાં રોકાણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ન્ૈંઝ્ર દેશની સૌથી મોટી વીમા કંપની છે. તેના ૧૩ લાખ વીમા એજન્ટ કાર્યરત છે. તેમણે કહ્યું કે એજન્ટની સંખ્યા હજુ વધારવાની જરૂરિયાત છે જેથી દેશમાં કવરેજ વધારી શકાય અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકાય.

Page-15-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *