ઉનાના ઉમેજ ગામની સીમ વાડી વિસ્તારમાં રાત્રીના સમયે એક સાથે ૭ સિંહ પરીવારે ધામા નાખતા અને હુકાર કરતા લોકોમાં ફફડાટ મચી ગયેલ હતો. રાત્રીના સમયે ૭ સિંહ પરીવારોમાં ચાર સિંહ, એક સિંહણ તેમજ બે સિંહબાળ આવી ચડેલ. અને આ વિસ્તાર માંથી પસાર થતા રસ્તા પર બેસી ગયેલા અને એક સાથે હુકારા કરવા લાગતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે આ વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ.


