Gujarat

જ્યોત એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા દીવાળી નિમિત્તે કઠલાલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનાજની કીટ નું વિતરણ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
દર વર્ષ ની જેમ સતત 14 મા વર્ષે પણ જ્યોત એજ્યુકેશન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દિવાળી નું અનોખી રીતે આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ ની આસપાસ ના વિસ્તારમાં. બગોદરા પાસે ધોળકા અને તેની આસપાસ ના ગામડા ઓ મા 500 જેટલી અનાજ ની કીટ વિતરણ કરવામાં આવ્યું. તેમજ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા ના. મોટી મુડેલ. નાની મુડેલ. રામપુરા. રતનપુર. છીપીયાલ. ભરકુંડા. નવી. અરાલ. જુની અરાલ. ગંગાદાસના મુવાડા. પાટો. બગડોલ. છીપડી. તોતરીયા. ઈશ્ચરપૂરા. દારાજી ના મુવાડા. સરાલી. જમણી. જીતપુરા. ભાટેરા. દોપટ. કેશરપુરા. જરમાળા. લીલવા. મહાદેવપુરા. પિઠાઈ. બગડોલ જેવા ગામો મા 500 જેટલી અનાજ ની કીટો નુ વિતરણ કરવામાં આવ્યું. આ કિટ મા અંકુર સિંગ તેલ. અમુલ શુદ્ધ ઘી. ગોળ. ખોંડ. ઘંઉ નો લોટ. ચણા નો લોટ. બાજરી નો લોટ. ચોખા. સોજી. જેવી ચીજવસ્તુઓ ની કીટ આપવામાં આવી. જ્યોત એજ્યુકેશન ફાઉન્ડેશન ના આશરે 70 વધુ સ્વયંસેવકો દ્વારા સેવા આપવામાં આવી. આ સત કાર્ય મા કઠલાલ તાલુકા ના દારાજી ના મુવાડા ના યુવાનો જોડાઈ ને સહયોગ આપ્યો 31 ઓક્ટોબર 2021. રવિવાર ના રોજ કાર્ય પુર્ણ કરવામાં આવ્યું.

IMG_20211101_195625.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *