નવી દિલ્હી
વડાપ્રધાન મોદી આ સમિટને સંબોધિત પણ કરશે. રવિવારે યુકેમાં ભારતના હાઈ કમિશનર ગાયત્રી ઈસાર કુમારે જણાવ્યું કે, પીએમ મોદી ત્યાં કોએલિશન ફોર ડિઝાસ્ટર રેસિલેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ અંતર્ગત ૨ મહત્વપૂર્ણ પહેલની શરૂઆત કરશે. તેમણે જણાવ્યું કે, ર્ઝ્રંઁ૨૬ એક બહુપક્ષીય કાર્યક્રમ હશે અને તે સિવયા પીએમ મોદી અને બ્રિટિશ પીએમ બોરિસ જાેનસન વચ્ચે મુલાકાત પણ યોજાશે. આ બેઠકમાં ૨૦૩૦ના રોડમેપ અંગે પણ ચર્ચા થશે. મે મહિનામાં ભારત-યુકેએ ૨૦૩૦નો રોડમેપ લોન્ચ કર્યો હતો. સોમવારે સમિટના અંતમાં મહેમાનો માટે સ્કોટલેન્ડના મશહૂર કેલ્વિનગ્રોવ આર્ટ ગેલેરી એન્ડ મ્યુઝિયમમાં રિસેપ્શન રાખવામાં આવશે. તેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે. આ રિસેપ્શનમાં ક્વીન એલિઝાબેથ-૨ સહિત શાહી પરિવારના સદસ્ય પ્રિન્સ ચાર્લ્સ, તેમના પત્ની કૈમિલા અને પ્રિન્સ વિલિયમ, તેમના પત્ની કેટ મિડલટન પણ સામેલ થશે. મંગળવારે વડાપ્રધાન મોદી સ્વિત્ઝરલેન્ડ, ફિનલેન્ડ, ઈઝરાયલ, નેપાળ, મલાવી, યુક્રેન, જાપાન અને આજેર્ન્ટિનાના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સાથે જ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સની પણ મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જળવાયુ પરિવર્તન મુદ્દે યોજાઈ રહેલી ૨૬મી કોર્પોરેશન ઓફ પાર્ટીઝ (ર્ઝ્રંઁ૨૬)માં સહભાગી બનવા માટે ગ્લાસગો પહોંચી ગયા છે. તેઓ ૧ અને ૨ નવેમ્બરના રોજ ગ્લાસગોમાં રહેશે. આ દરમિયાન સોમવારે સાંજે તેઓ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેનસન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. વડાપ્રધાન મોદી ગ્લાસગોમાં ઉતર્યા ત્યારે ત્યાં ઉપસ્થિત ભારતીય સમુદાયના લોકોએ ‘મોદી હૈ ભારત કા ગહના’ ગીત દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (ેંદ્ગહ્લઝ્રઝ્રઝ્ર) તરફથી યોજાઈ રહેલી ૨૬મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (ર્ઝ્રંઁ૨૬) રવિવારથી સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે શરૂ થઈ ગઈ છે અને ૧૨મી નવેમ્બર સુધી ચાલશે. આ સમિટમાં આશરે ૨૦૦ દેશોના પ્રતિનિધિઓ સહભાગી બની રહ્યા છે અને તેમાં ૨૦૩૦ સુધીમાં ઉત્સર્જનમાં કાપ મુકવાની પદ્ધતિઓ અંગે ચર્ચા કરવામાં આવશે.


