( ચમારડી ગામના આગેવાનશ્રી ભગવાનભાઇ અસલાલીયાના વરદ હસ્તે ધ્વજવંનદ કરાયું )
બાબરા તાલુકાના ચમારડી ગામે જનતા વિધાલય ખાતે ૭૭માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશમાં ૧૫મી ઓગસ્ટ સ્વતંત્ર દીવસની ઉજવણી માટે જ્યારે લોકો ઉત્સાહી બન્યા છે ત્યારે ચમારડી જનતા વિધાલય ખાતે પણ ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ તકે કાર્યક્રમમાં ઉપસ્થિત જનતા વિધાલય આચાર્યશ્રી સુજિતભાઇ ત્રિવેદી,મનીષભાઇ,વૈશાલીબેન જોષી, ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ અરવિંદભાઈ મેમકીયા,કમલેશભાઇ ડાભી,ભીખુભાઈ ગોંડલીયા,વિમલભાઇ અમરેલીયા,જીવનભાઇ ખીમાણી,પેસ્ટર શાળાના આચાર્ય સતિષભાઇ સહિત સ્ટાફ તેજમ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી…
રીપોર્ટ : આદીલખાન પઠાણ ( બાબરા )


