જેતપુરમાં ૭૭ માં સ્વતંત્ર પર્વની ઉજવણી જુનાગઢ રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ હતી જેમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે દવજવંદન કરવામાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી દવજવંદનની સલામી કરી હતી આ પ્રસંગે પોલીસ કર્મચારીઓ ને એવોર્ડ થી સન્માનીત કરવામાં આવેલ હતા. ભારત માતા કી જય, વંદે માતરમ્ ના નારા લગાવવામાં આવતા આખું વાતાવરણ દેશ ભક્તિમય બની ગયું હતું. તેમજ પ્રસંગ અનૂરૂપી સાસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ સ્વતંત્ર પ્રવ ની ઉજવણી ઉજવણી પ્રસંગે મામલતદાર, ડી.વાય.એસ.પી.ચીફ ઓફિસર સહિત આગેવાનો તેમજ દેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


