મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ નગરમાંથી પસાર થતાં લગભગ 4 કિમી જેટલા રોડ ને ફોર લેન બનાવવાનું ખાતમુહૂર્ત ખેડા જિલ્લા સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું.આ રોડ કઠલાલ રોયલ હોટલથી લઈ કઠલાલ ચાર રસ્તા અને ખોખરવાળા સુધી જઈ નેશનલ હાઇવે ને જોડતો મુખ્ય રોડ છેતેમજ કઠલાલ ચાર રસ્તા થી અંબાજી,ડાકોર,ફાગવેલ,મીનાવડા સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશ જવાતું હોવાથી આ રોડ ઉપર ખૂબ જ ટ્રાફિક રહેતો હોય છે.ત્યારે ટ્રાફિક ઓછો કરવાના ઉદેશ્યથી અને લોકોને સારા રોડની સુવિધા મળી રહે તે હેતુથી રૂપિયા 13 કરોડ 50 લાખથી વધુના ખર્ચે આ રોડ બનાવવાની કામગીરી નું ખાતું મુહૂર્ત કરવામાં આવ્યું. આ રોડ મજબૂત બનશે તેમજ રસ્તાની આજુબાજુ ફૂટપાથ પણ બનાવવા માં આવશે જેથી રાહદારીઓ તેનો ઉપયોગ કરી શકે.આ કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, રાજેશભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી સહિત કઠલાલ નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ,હોદ્દેદારો,કઠલાલ શહેર અને તાલુકાના અને ખેડા જિલ્લાના હોદ્દેદારો,કાર્યકરો,સરકારી અધિકારીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


