Delhi

ફોર્મ પરત મેળવવા મે જૂની પદ્ધતિનું અનુકરણ કર્યુ ઃ શુભમન ગિલ

નવીદિલ્હી
ભારતના યુવા ઓપનર શુભમન ગિલ માટે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ ખાસ નથી રહ્યો. ચોથી ટી૨૦માં ગિલે અડધી સદી ફટકારતા પ્રથમ વિકેટ માટે જયસ્વાલ સાથે ૧૬૫ રનની સંયુક્ત રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. ભારત માટે ટી૨૦માં ગિલ અને જયસ્વાલની ૧૬૫ રનની ઓપનિંગ ભાગીદારીની મદદથી ભારતનો ચોથી ટી૨૦માં વિન્ડિઝ સામે નવ વિકેટે વિજય થયો હતો. ગિલે મેચ બાદ જણાવ્યું કે ફોર્મમાં પરત આવવા મેં જૂનિ પદ્ધિતનું અનુકરણ કર્યું હતું. હું પ્રથમ ત્રણ મેચમાં બે આંકડામાં સ્કોર નોંધાવી શક્યો નહતો. પરંતુ શનિવારની મેચમાં પિચ વધુ સારી હતી જેથી હું તેનો ફાયદો ઉઠાવવા ઈચ્છતો હતો. મે સારી શરૂઆત કર્યા બાદ ઈનિંગ્સને લાંબી બનાવવા પ્રયાસ કર્યો હતો. ચોથી ટી૨૦માં ભારતની જીત બાદ ટીમના સાથી ખેલાડી અને પંજાબના બોલર અર્શદીપ સિંઘ સાથે વાતચીતમાં ગિલે જણાવ્યું કે, ટી૨૦ ફોરમેટમાં ત્રણ-ચાર મેચ રમવાની હોય ત્યારે તમે સારો શોટ રમો છો છતાં ફિલ્ડરના હાથે ઝડપાઈ જાવ છો. તમે ઝડપથી રન કરવા પ્રયાસ કરો છો પરંતુ તમારી પાસે વધુ વિચારવાનો સમય નથી રહેતો. આ ફોરમેટ જ આવી છે. તમારે તમારી મૂળભૂત રમત પર પરત ફરવું પડે છે. તમે જ્યારે વધુ રન બનાવતા હતા ત્યારે તમે ક્યા પ્રકારે રમતા હતા તે અંગે મંથન કરવું પડે છે. તમારે તમારી ભૂલને પકડવી પડે છે. અગાઉની ત્રણ મેચમાં મે કોઈ ભૂલ કરી નહતી પરંતુ હું પ્રારંભ બાદ વધુ લાંબી ઈનિંગ્સ રમી શક્યો નહતો તેમ ગિલે જણાવ્યું હતું.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *