Gujarat

બોડેલી પોલીસ દ્વારા બોડેલી નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

મારી માટી, મારો દેશ અંતર્ગત બોડેલી નગર માં તિરંગા યાત્રા યોજાઈ
બોડેલી પીએસઆઇ અને cpi ની ઉપસ્થિતિમાં બોડેલી પોલીસ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી
આજે સવારે 11:00 વાગ્યા ના સમયમાં બોડેલી પોલીસ દ્વારા  પોલીસ સ્ટેશનથી ભવ્ય તિરંગા યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં બોડેલી પી.એસ.આઇ  સીપીઆઈ સાહેબ સહિત સમગ્ર બોડેલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોમગાર્ડ જવાનો ટીઆરબી જવાનો તથા સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત બોડેલી નગરજનો સાથે ડીજે માં રાષ્ટ્રગીત સાથે બોડેલી પોલીસ સ્ટેશનથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તિરંગા યાત્રા બોડેલીના વિવિધ માર્ગો પર નીકળતા બોડેલી નગરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને ડીજેમા સતત દેશભક્તિના ગીતો વાગતા હોય સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો બોડેલી અલીપુરા ચાર રસ્તા થી રેલવે ફાટક ઢોકલીયા ના વિવિધ વિસ્તારોમાં થી પરત બોડેલી પોલીસ સ્ટેશન પહોંચીને તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં બોડેલી પોલીસ સ્ટાફ સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230817112430.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *