Gujarat

માંગરોળ બંદરની જૂની સાગર સોસાયટીમાંથી પારસભાઈ ચામુંડીયા ગુમ  

જૂનાગઢ તા.૧૭  માંગરોળ બંદર જુની સાગર સોસાયટીમાં રહેતા પારસભાઈ નારણભાઈ ચામુંડિયા તા. ૨૫-૦૭-૨૦૨૩ના ૭:૩૦ વાગ્યા આસપાસ જુની સાગર સોસાયટીમાંથી ગુમ થયા છે. તેમની ઉંમર ૩૨ વર્ષઊંચાઈ પાંચ ફૂટબાંધો મધ્યમ અને રંગ ઘઉંવર્ણ છે. આછી કાળી મૂછ છે અને કાળા કલરનું પેન્ટ તથા દુધિયા કલરનું ટીશર્ટ તેમજ સફેદ કલરના સ્પોર્ટ બુટ પહેર્યા છે. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. આ પારસભાઈની કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માંગરોળ મરીન પોલીસે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *