77મા સ્વાતંત્ર્ય દિનની મા શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી
કરવામાં આવી હતી.કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે ઓક્ટોબર માસમાં નિવૃત્ત થનાર સિનિયર શિક્ષકશ્રી વી.એમ.નંદાસણાના હસ્તે
ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાની માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત એમ ચારેય ભાષાઓમાં શાળાની
વિદ્યાર્થીનીઓ દ્વારા રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતું વક્તવ્ય અપાયું હતું. તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્ય, લેઝીમ ડાન્સ
અને યોગા પિરામિડ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવેલ જે સૌ કોઈના આકર્ષકનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમમાં શાળાના પરિસરમાં
આવેલી જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.6 અને શાળા નં.38 ના શિક્ષકો અને
વિદ્યાર્થીનીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા. શાળાના આ વર્ષે નિવૃત્ત થનાર સિનિયર શિક્ષકશ્રી વી.એમ.નંદાસણાએ શાળાને 35,000/- રૂ.ની કિંમતના વોટરકુલરની ભેટ અર્પણ કરી હતી. સાથે સાથે શાળાના સ્ટાફ પરિવાર તરફથી પણ વિદ્યાર્થીનીઓ માટે પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.


