વિગતઃ- આ કામે અગાઉ આરોપીએ ફરીયાદીના વાલીપણામાંથી ભોગ બનનારને ભગાડી જતા નાગેશ્રી પો.સ્ટે. ગુન્હો રજી થયેલ અને જે કામે આરોપી પકડાઇ જતા કોર્ટમાંથી જામીનમુક્ત થયેલ બાદ ફરી વખત આ કામની ભોગ બનનાર સગીરવયની હોવાનુ જાણવા છતા પણ ફરીયાદીના વાલીપણામાંથી ભોગ બનનારને બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયેલ જે અંગે જાફરાબાદ મરીન પો.સ્ટે.માં આરોપી વિરુધ્ધ ગુન્હો રજી. થયેલ અને નામદાર સ્પેશ્યલ સેશન્સ કોર્ટ રાજુલા દ્વારા CRPC ક. ૭૦ મુજબનુ વોરંટ ઇશ્યુ કરેલ જે કામે આરોપી આજદીન સુધી ફરાર હતો. મ્હે.ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્રારા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી એ.એમ.પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન આધારે શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્રારા, જાફરાબાદ મરીન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૨૨૨ ૦૧૪૬/૨૦૨૨, IPC કલમ ૩૬૩, ૩૬૬, પોકસો એકટ કલમ ૧૮ વિ. મુજબના કામે અમરેલી જીલ્લાના લીસ્ટેડ નાસતા ફરતા આરોપીઓને ભોગબનનાર સાથે ગીર ગઢડા તાલુકાના ઉગલા ગામથી તા.૧૬/૦૮/૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરીઆગળની ઘટતી કાર્યવાહી કરવા એ.એચ.ટી.યુ. અમરેલી ને સોપવા તજવીજ કરેલ.
*પકડાયેલ આરોપી :-દીલીપ ઉફૅ ડુટો હાજાભાઇ શીંગડ ઉ.વ.૨૭, રહે.રામેશ્વર પ્લોટ વિસ્તાર તા.ઉના જી-ગીરસોમનાથ*
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, હિમકર સિંહ નાઓની સુચના અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના પો.સબ.ઇન્સ.શ્રી કે.જી.મયા(ગઢવી) તથા એ.એસ.આઇ. હિંમતભાઇ જીંજાળા, શ્યામકુમાર બગડા, કૌશીકભાઇ બેરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંધરવા, પો.કોન્સ. સતારભાઇ શેખ, તથા વુ.હેડ કોન્સ. કૃપાબેન પટોળીયા વુ.પો.કોન્સ. ધરતીબેન લીંબાસીયા એ રીતેના જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


