Gujarat

છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા ના ડુંગર વિસ્તાર ના ધારસિમેલ જૂથ ગ્રામ પંચાયત મા આવતા છ ગામ અને ડુંગર વિસ્તાર ની 11 શાળામા આઝાદી ના 75 વર્ષ વીતે મોબાઈલ નેટવર્ક નો અભાવ હોય. 

સરકાર લક્ષી દરેક ઓનલાઇન કામગીરી કરવામાં ગ્રામ પંચાયત વી સી ઈ અને શાળા ના શિક્ષકો મુશ્કેલી મા મુકાયા છે.મોબાઈલ નેટવર્ક પકડવા ડુંગર તેમજ મોબાઈલ લેપટોપ હાથ મા લઈ ભટકવા મજબુર બન્યા છે. ટેક્નોલોજી યુગ મા આજે મોબાઈલ નેટવર્ક નો અભાવ હોય ડિજિટલ ઇન્ડિયા,મેક ઈન ઇન્ડિયા, ડિજીટલ ગુજરાત ના સૂત્ર ફારસ રૂપ બન્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230817_103952.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *