International

પશ્ચિમ આફ્રિકાના દેશ કેપ વર્ડેમાં બોટ ડૂબી જતા ૬૦થી વધુના મોત, ૩૮નો આબાદ બચાવ થયો

કેપવર્ડે-પશ્ચિમઆફ્રિકા
પશ્ચિમ આફ્રિકાના દેશ કેપ વર્ડેમાં (ઝ્રટ્ઠॅી ફીઙ્ઘિી) બોટ ડૂબી જવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંના ટાપુ સમૂહના કિનારે સમુદ્રમાં સ્થળાંતર કરનારાઓની બોટ ડૂબી જતાં ૬૦થી વધુ લોકોના મોત થયા છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (ૈર્ંંસ્)એ બુધવારે કહ્યું કે, જાેકે આ અકસ્માતમાં ૬૩ લોકોના મોતની આશંકા છે. તે જ સમયે, રેસ્ક્યૂ દ્વારા ૩૮ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર પોલીસે કહ્યું કે સોમવારે આ ફિશિંગ બોટ કેપ વર્ડે આઈલેન્ડથી લગભગ ૧૫૦ નોટિકલ માઈલ એટલે કે ૨૭૭ કિલોમીટર દૂર એટલાન્ટિક મહાસાગરમાં જાેવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે માછલી પકડનારા સ્પેનના એક જહાજે તેને જાેયુ હતું, ત્યારબાદ તેણે કેપ વર્ડેના અધિકારીઓને તેની જાણકારી આપી. રિપોર્ટ અનુસાર કેપ વર્ડે દ્વીપ યુરોપિયન યુનિયનના સ્પેનિશ કેનેરી દ્વીપ સમૂહના દરિયાકાંઠાથી લગભગ ૬૦૦ કિલોમીટર દૂર સ્થિત છે. આઇઓએમના પ્રવક્તા મસેહાલીએ જણાવ્યું કે સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ૫૬ લોકો હજુ પણ ગુમ છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે બોટ દુર્ઘટના પછી જ્યારે લોકો ગુમ થયાની જાણ કરવામાં આવે છે, ત્યારે તેઓ મૃત હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ સેનેગલના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ બોટ સેનેગલના ફાસે બોયેથી ૧૦ જુલાઈએ રવાના થઈ હતી, જેમાં ૧૦૧ મુસાફરો હતા. મીડિયા રિપોર્ટ્‌સમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ૭ ઓગસ્ટના રોજ ટ્યુનિશિયાના દરિયાકાંઠે એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા ૧૧ સ્થળાંતર કરનારાઓના મોત થયા હતા અને ૪૪ લોકો ગુમ થયા હતા. તે જ સમયે, આ બોટ પરના ૫૭ લોકોમાંથી બેનો બચાવ થયો હતો. આ તમામ લોકો સબ-સહારન આફ્રિકન દેશોના છે. જણાવી દઈએ કે અધિકારીએ દાવો કર્યો હતો કે તે ગુમ થયેલા પ્રવાસીઓને શોધી રહ્યો હતો.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *