Gujarat

ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત ડભારી પ્રાથમિક શાળામાં આઝાદીની ભવ્ય ઉજવણી                 

ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની ડભારી પ્રાથમિક શાળામાં માજી તાલુકા પંચાયત પ્રમુખ તથા હાલનાં સેવા સહકારી મંડળીનાં પ્રમુખ કાંતિભાઈ નગીનભાઈ પટેલનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
               ઉજવણીનાં ભાગરૂપે શાળાનાં બાળકોએ ગામનાં દરેક ફળિયામાં જઇ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. રેલીમાં શાળાનાં શિક્ષકો સહિત ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં. શાળાનાં બાળકો દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણી માટે કરેલી તડામાર તૈયારીઓ ઉડીને આંખે વળગે એવી હતી.
               ધ્વજવંદન વિધિ બાદ શાળા પટાંગણમાં મહાનુભાવોએ પોતપોતાનાં ઉદબોધનમાં આઝાદીની ગાથા વાગોળી હતી. આ તકે બાળકોને ચોકલેટ તથા મીઠાઇની વહેંચણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન અને સંચાલન શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય નરેન્દ્ર પટેલે કર્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

IMG-20230815-WA04523.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *