Delhi

ઉત્તરાખંડમાં રામ ઝુલા બ્રિજ પર દ્વિ-ચક્રીય વાહનોની અવરજવર પર પ્રતિબંધ, કારણ છે આ

નવીદિલ્હી
નરેન્દ્રનગર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે વરસાદને કારણે ગંગા ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જે આ ગંગા નદીના વહેણને કારણે યાત્રાધામ શહેર ઋષિકેશમાં પ્રખ્યાત રામ ઝુલા બ્રિજનો પુલ તૂટી પડતાં પૌરી પોલીસ પ્રશાસને લોકો અને દ્વિચક્રી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. ઋષિકેશમાં પૂર જેવી સ્થિતિ જાેવા મળી રહી હતી અને સોમવારે ભારે વરસાદને પગલે નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગયું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે રાજ્યમાં પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને ઋષિકેશમાં ગંગા નદીના વધતા જળ સ્તરની પણ સમીક્ષા કરી હતી. મહત્વનુક છે કે ઋષિકેશમાં સોમવારે સવારે ૨૪ કલાકના ગાળામાં સમગ્ર દેશમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ)ના આંકડા દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન ૪૨.૦૦ સેમી વરસાદ નોંધાયો હતો. પવિત્ર નગરમાં પરમાર્થ નિકેતન આશ્રમની નજીક આવેલી ભગવાન શિવની પ્રતિમા મંગળવારે નદીમાં આંશિક રીતે ડૂબી ગઈ હતી. સત્તાવાર અંદાજ મુજબ, રાજ્યમાં આ ચોમાસાની મોસમમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે ૫૨ લોકોના મોત થયા છે જ્યારે અન્ય ૩૭ લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીની સૂચના પર, એસડીઆરએફ અને એનડીઆરએફના જવાનોને વરસાદ સંબંધિત ઘટનાઓથી ખરાબ રીતે પ્રભાવિત સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ચોમાસામાં ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન અને અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. રામ ઝુલા, ૧૯૮૬માં બનેલો લોખંડનો ઝૂલતો પુલ છે જે તેહરી ગઢવાલ જિલ્લાના મુની કી રેતીના શિવાનંદ નગર વિસ્તારને પૌડી ગઢવાલ જિલ્લાના સ્વર્ગાશ્રમ સાથે જાેડે છે. તે લક્ષ્મણ ઝુલા પુલ કરતાં તુલનાત્મક રીતે મોટો છે, જે લગભગ ૨ કિમી ઉપરની તરફ છે. ગયા વર્ષે એપ્રિલમાં, ગંગા પરના આઇકોનિક ૪૫૦ ફૂટ-લાંબા લક્ષ્મણ ઝુલા (એક સસ્પેન્શન બ્રિજ) પરની જાહેર હિલચાલને મુની કી રેતી પોલીસે અટકાવી દીધી હતી કારણ કે તેનો એક સપોર્ટિંગ વાયર અચાનક તૂટ્યો હતો. જૂના સ્ટ્રક્ચરને અડીને હાલમાં નવો પુલ નિર્માણાધીન છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *