આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા અંધજન મંડળ પોરેચા આંખની હોસ્પિટલ બારેજાના સંયુક્ત ઉપક્રમે તા. 19મી ઓગસ્ટના રોજ ઠાસરા તાલુકાના બાધરપુરા ગામે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ડૉ. ફોરમ પટેલ દ્વારા મોતિયો, ઝામર, ફુલા, વેલ, પરવાળા, નાસુર, આંખોનું ઇન્ફેક્શન જેવી બીમારીઓની તપાસ કરી આઈ દ્રોપ્સ આપવામાં આવ્યા હતા ને 27 જેટલા દર્દીઓને આંખના ઓપરેશન અર્થે પોરેચા હોસ્પિટલ બારેજા મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે 43 જેટલા લોકોને માત્ર 50 રૂપિયાના નજીવા દરે ચશ્મા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સી.એચ.ઓ. પ્રિયંકાબેન તથા તેમની ટીમે ઉપસ્થિત રહીને તમામ લોકોનું બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ ચેક કર્યું હતું. પ્રસ્તુત કેમ્પમાં 57 બહેનો અને 48 ભાઈઓ એમ મળીને કુલ 105 ગ્રામજનોએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવામાં સરપંચશ્રી, સ્થાનિક આગેવાનો તથા આશાદીપના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.


