પૌરાણિક મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં નાગ દાદાના દર્શન થતા લોકોએ ધન્યતા અનુભવી..
પવિત્ર શ્રાવણ માસ નિમિતે આજે ફુલ કાંજળીનું વ્રત હોય ત્યારે ઉના શહેરમાં મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં બહોળી સંખ્યામાં બાળાઓએ ફુલકાજરીના વ્રતની વિધી ભૂદેવોના મંત્રોચાર સાથે પુજા, આરતી, અર્ચના કરવામાં આવી હતી.
અને આજના વ્રતમાં બાળાઓ શિવ મંદિરમાં ફૂલની પૂજા કરી અને શિવજીને ચડાવે છે અને પૂજારી નમન તરીકે બાળાઓને ફુલ પાછું આપે છે. ત્યાર બાદ કોઈ પણ વસ્તુ ભોજન તેમજ પાણી પીતા પહેલા ફુલ સુંઘીનેજ ભોજન લેવાનું હોય છે અને બાળાઓ રાત્રિનાં બાર વાગ્યા સુધીનું જાગરણ કરે છે.
શ્રાવણ માસ દરમ્યાન મહાકાલેશ્વર મહાદેવના મંદિરે રોજ મોટી સંખ્યામાં શિવ ભક્તો આરતી પૂજા કરવા આવતા હોય અને મહાદેવને રોજ વિવિધ ફુલોથી શણગાર કરવામાં આવે છે.
આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસમાં મહાકાલેશ્વર મહાદેવના મંદિરમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ નાગ દાદાના દર્શન થયા હતા. ગઇ કાલે સાંજના સમયે આરતી થયા બાદ નવ વાગ્યાની આસપાસ નાગ દાદા મંદિરમાં પ્રવેશ કરતા ભક્તોને નજરે પડતા મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પહોચી ગયા હતા.
અને થોડીવાર બાદ નાગ દાદાના લોકોને દર્શન કી ધન્યતા અનુભવી હતી. જોકે દર શ્રાવણ માસમાં મહાકાલેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં નાગ દાદા આવતા હોય ત્યારે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.


