Gujarat

ઉના ડેપોમાં રૂટ પર મુકેલી એસ ટી બસ ટેક્નિકલ ખામીના કારણે અચાનક ચાલું થઈ દોડવા લાગી…બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટયા… લોખંડની રેલિંગના કારણે જાનહાની ટળી…રેલિંગને નુકસાન…

ઉના બસ સ્ટેન્ડમાં ઉના -જાફરાબાદ રૂટની એસ ટી બસ જીજે 18ઝેડ 1607 ઉના ડેપો માંથી સવારે 7.30 વાગ્યે ઉપડે છે. આ બસ સીલોજ ગામથી આવી ડ્રાઈવરે બસ ડેપોમાં 7 નંબરના પ્લેટફોમ પર પાર્ક કરવામાં આવી હતી. અને બસના ડ્રાઈવરે બસ બંધ કરી નીચે ઉતરી ફ્રેસ થવા ગયેલ ત્યારે આ ઉના – જાફરાબાદ રૂટની બસ બંધ કરી હોવા છતાં અચાનક આપ મેળે શરૂ થઈ જતાં બસ સીધી લોખંડની રેલીંગ સાથે ધડાકાભેર ભટકાતાં બસ ત્યાજ થંભી ગઈ હતી.

આ ઘટનાં દરમિયાન ભાગ દોડ મચી ગઇ હતી. ઘટના સ્થળ પર ડેપોમાં કોઈ મુસાફરો ત્યાં ઉભા ન હોવાથી મોટી દુર્ઘટના થતી અટકી ગયેલ હતી. અને આ ઘટનાં બનતાં બસમાં બેઠેલા તમામ પેસેન્જરોના જીવ તાવડે ચોટી ગયાં હતાં. અને તાત્કાલિક આજુબાજુ માંથી લોકો એકઠા થઈ ગયા હતા. જોકે સમય ચૂકતાથી ડ્રાઇવર દોડી બસમાં ડ્રાઈવર સીટથી તાત્કાલિક બસને બંધ કરી દીધી હતી. આ બનાવમાં સ્થળ પર લોખંડની રેલીંગ વાળી ગયેલ અને નીચે પથ્થરની રેલીંગને સમાન્ય નુક્સાન થયેલ હતું. જોકે આ એસ ટી બસ સમયસર આવી ખખડધજ બસ ને સર્વિસ કરવામાં આવતી ન હોવાના કારણે ટેકનિકલ ખામી સર્જાય રહી છે ત્યારે આવી ઘટના ના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઇ જાય તેવી સ્થિતિનું નિર્માણ સર્જાયેલ હોય આ વાતને નકારી શકાય નહી..
આ ઘટના બાબતે ડેપો મેનેજર રાઠોડ સાથે વાત કરતા તેમણે જણાવેલ હતું કે બસ રૂટમાં જવાં માટે ઉભી હતી. ત્યારે ટેકનિકલ ખામી ના કારણે ઉભેલી બંધ રાખેલી બસ અચાનક શરૂ થઈ ગઇ હતી. વધુમાં જણાવેલ કે 8.69 લાખ કી.મી. બસ ચાલી છે. આર ટી ઓ પર્સિંગના નિયમ મુજબ આ બસ ચાલું છેતેવું જણાવેલ..

IMG-20230819-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *