ઉના ભાવનગર હાઇવે પર આવેલ ગાંગડા ગામ પાસે બાઇક ચાલકે સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા પુલની રેલીંગ સાથે અથડાતા અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા પહોચતા ઘટના સ્થળેજ યુવાનનું મોત નિપજ્યુ હતું. તેમજ બાઇકમાં સવાર અન્ય એક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે..
ઉનાના રામેશ્વર ગામે રહેતા ભીખાભાઈ માધાભાઇ રાઠોડ તેમજ હરેશભાઇ કરશનભાઇ ગોહીલ બન્ને બાઈક પર જતાં હતાં. ત્યારે ઉના ભાવનગર હાઇવે પર આવેલ ગાંગડા ગામના પુલ ઉપર બાઇક ચાલકે સ્ટેરીંગનો કાબુ ગુમાવતા અચાનક બાઇક રેલીંગ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા લોહીલોહાણ હાલતમાં ઘટના સ્થળેજ મોત નિપજ્યુ હતું.
જ્યારે બીજા એક યુવાનને પણ માથાના ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં પડેલ હોય ત્યાંથી પસાર થતાં વાહન ચાલક લોકોએ ઇમરજન્સી ૧૦૮ને જાણ કરતા કલ્પેશભાઇ પટેલ તેમજ નરેશભાઇ બાંભણીયા ઘટના સ્થળે પહોચી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. અકસ્માતમા મૃતક યુવાનનું પી એમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડેલ છે. પોલીસે આગળની વધું તપાસ માટે તજવીજ હાથ ધરેલ છે..