Delhi

લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારવાનો કોન્ટ્રાક્ટ આ ગેંગસ્ટરરને આપ્યો હતો!..

નવીદિલ્હી
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને મારવાનો કોન્ટ્રાક્ટ તેના ભાઈ અને સાથી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને આપ્યો છે. સ્પેશિયલ સેલ સાથે જાેડાયેલા સૂત્રોએ આ દાવો કર્યો છે. તેણે કહ્યું કે, લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારવાની ત્રણ વખત યોજના બનાવી હતી, પરંતુ દરેક પ્રયાસ નિષ્ફળ ગયો હતો. સલમાન ખાનને મારવા માટે બિશ્નોઈ દ્વારા રચાયેલ આ ત્રણ ઓપરેશનનું નેતૃત્વ ગેંગસ્ટર સંપત નેહરા, દીપક અને ટીનુએ કર્યું હતું. લોરેન્સ ગેંગે તુર્કી બનાવટની ઝિગાના પિસ્તોલને બદલે જર્મની બનાવટની પીએસ ૩૦ પિસ્તોલનો ઉપયોગ શરૂ કર્યો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ પિસ્તોલની કિંમત રૂ. ૮ થી ૧૦ લાખની વચ્ચે છે અને ગેંગ આ હથિયારો તેમના વિદેશમાં રહેતા સાગરિતો પાસેથી મેળવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે, રણજીત ડુપલા અમેરિકામાં રહેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોના સંપર્કમાં છે. ડુપ્લા અગાઉ પંજાબનો ગેંગસ્ટર હતો જે યુએસ ભાગી ગયો હતો અને હવે તે આંતરરાષ્ટ્રીય હથિયારોનો વેપારી છે. ૨૦૧૭માં, ડુપલાને પંજાબના ફરીદકોટની જિલ્લા અદાલતે હથિયારોની દાણચોરીના કેસમાં દોષિત જાહેર કર્યો હતો. દિલ્હી પોલીસે અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે, જે દર્શાવે છે કે, ગેંગને લંડન સ્થિત ગુનેગારનો પણ ટેકો છે. આ ચાર્જશીટ દિલ્હીના સનલાઈટ કોલોની વિસ્તારમાં ફાયરિંગ અને છેડતીની ઘટનાના સંદર્ભમાં દાખલ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, અનમોલ બિશ્નોઈએ લોરેન્સ બિશ્નોઈના પાડોશી અક્ષય બિશ્નોઈને તેની ગેંગમાં સામેલ કર્યો હતો. અક્ષયને ગેંગનો નવો ચહેરો માનવામાં આવે છે અને તે તાજેતરમાં જ રાજસ્થાનના હનુમાનગઢ પોલીસના હાથે ઝડપાયો હતો. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ આગામી અઠવાડિયામાં ખંડણી કેસમાં તેની પણ પૂછપરછ કરશે. સૂત્રોએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા ગુજરાતના રહેવાસી ડેવિડ બિશ્નોઈ નેટવર્ક માટે કામ કરવા માટે અક્ષયની ટીમ સાથે જાેડાયા હતા. અક્ષયની ફરજાેમાં સગીરોની ભરતી કરવી અને ગેંગના સભ્યોને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવાનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું કે, તેઓ મુંબઈ પોલીસને સલમાન ખાન સાથે જાેડાયેલી નવી માહિતીની જાણકારી આપશે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *