ગ્લાસગો
મોદી ઋતુ પરિવર્તન સંબંધી યુનો દ્વારા યોજાયેલ ગ્લાસગોના ઇવેન્ટ-કેમ્પસ સ્થિત કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ- ૨૬ (ર્ઝ્રંઁ-૨૬ ) માં ભાગ લેનાર છે. જયાં તેઓ ઋતુ પરિવર્તન અંગે ભારતે લીધેલાં પગલાં વિષે નિવેદન રજૂ કરશે. આ પરિષદનું વિમોચન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસન કરનાર છે. તે પૂર્વે કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે. આ પરિષદ અંગે બોરિસ જહોનસને કહ્યું હતું કે, આ પરિષદ વિશ્વનાં સત્યની ક્ષણ સમાન બની રહેશે. દરેક પૂછે છે કે આપણે આ તક ઝડપી લેવી જાેઈએ કે તે જવા દેવી જાેઈએ.’ આ પરિષદ દરમિયાન મોદી અને જહોનસન વચ્ચે એક થી એક મંત્રણા પણ યોજાવાની છે. જેમાં મોદી જહોનસનને ભારત આવવા આમંત્રણ આપનાર છે.સ્કોટલેન્ડનાં ગ્લાસગોમાં મળનારી ર્ઝ્રંઁ-૨૬ શિખર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના અગ્રણીઓ સમક્ષ ઋતુ પરિવર્તનો અંગે ભારતે લીધેલા પગલાંની વિગતો રજૂ કરનાર છે, અને તે સમયે રાષ્ટ્રીય નિવેદન પણ રજૂ કરવાના છે. તેઓનું આ નિવેદન પોલેન્ડના વડાપ્રધાન મેનેઝ મોરાવકી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરીસન અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનાં નિવેદનો પછી આપવાનું છે. રોમથી રવિવારે રાત્રે વડાપ્રધાન મોદી ગ્લાસગો આવી પહોંચ્યા ત્યારે વિમાન મથકે ઉપસ્થિત અનેક બિન નિવાસી ભારતીઓએ તેઓનું ભારત માતા કી જય ની સાથે સ્વાગત કર્યું હતું અને વિમાન ગૃહેથી તેમના ઉતારા માટેની હોટેલે પહોંચ્યા ત્યારે પણ ત્યાં ઉપસ્થિત રહેલા ભારતીઓએ તેઓનું ભારત માતા કી જય નાં સૂત્રોચ્ચારો સાથે સ્વાગત કર્યું હતું. વિશ્વ વિખ્યાત સ્કોટિશ બેગ પાઇપર્સની ટુકડીએ સરોદો દ્વારા તેઓને આવકાર્યા હતા. સોમવારે સવારે (આજે સવારે) તેઓ ગ્લાસગો અને એડીનબર્ગના આશરે ૪૫ જેટલા બિન નિવાસી ભારતીઓને મળવાના છે. જેઓ પોત પોતાનાં ક્ષેત્રોમાં અગ્રણી છે. તેઓ વિદ્વાનો, તબીબો, ઇજનેરો, શિક્ષણશાસ્ત્રીઓ અને વ્યાપારીઓને મળવાના છે. જેમાં પ્રિન્સ વિલિયમ્સ અર્થ-શોટ-પ્રાઇઝ વિજેતાઓ સમાવિષ્ટ હશે. આ વિજેતાઓમાં દિલ્હી સ્થિત- તકચારના સ્થાપક વિદ્યુત મોહન તથા સૂર્ય શક્તિથી સંચાલિત સાધન (સોલર-પાવર આયર્નિંગ કાર્ટ) બનાવનાર તમિલનાડુની ૧૪ વર્ષની જ કુમારિકા વિદિશા ઉમાશંકર પણ સમાવિષ્ટ છે.
