સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા રમત વિકાસ અધિકારી જૂનાગઢની કચેરી દ્વારા ૬૭મી સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા વર્ષ ૨૦૨૩-૨૪ નું આયોજન કરવામાં આવનાર છે. તાલુકા, ઝોન, જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ શરૂ થતી કુલ – ૧૯ રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં તાલુકા અને ઝોન કક્ષાએ શરૂ થતી કુલ ચાર રમતો અને જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ શરૂ થતી કુલ ૧૯ રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે.
તાલુકા અને ઝોન કક્ષાની રમત સ્પર્ધા તા.૨૪/૮/૨૦૨૩ થી તા.૨૮/૮/૨૦૨૩ સુધી અને જૂનાગઢ, ગ્રામ્ય અને જૂનાગઢ શહેર કક્ષાની રમતો તા.૨૪/૮/૨૦૨૩ થી તા. ૧૮/૯/૨૦૨૩ સુધી અલગ અલગ સ્થળોએ યોજાશે
આ સ્પર્ધાઓનું સફળ અને સુચારુ આયોજન થાય એ માટે જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય અને શહેરના વ્યાયામ મંડળના શિક્ષકશ્રીઓને, સંબંધિત તમામ રમત એસોસિએશનના સભ્યશ્રીએ સાથે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરે દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી હતી.
આ સ્પર્ધા અંગે વધુ માહિતી માટે જિલ્લા સ્પર્ધા કોર્ડીનેટર શ્રી જૂનાગઢ શહેર યશવંતભાઈ ડોડીયા મો – ૭૪૮૬૯ ૨૯૪૬૯ અને જૂનાગઢ ગ્રામીણ શ્રી કનકસિંહ ખેર મો – ૯૭૨૩૪ ૬૮૫૨૦૦ નો સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
