Gujarat

મીકેનિકલ ડીઝલ, ટર્નર, વેલ્ડર, ફીટર, એમએમવી તથા પાસા/કોપા ટ્રેડની જગ્યાઓ માટે કરી શકાશે અરજી

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગની એપ્રેન્ટિસ એક્ટ-૧૯૬૧ની મંજૂરી અન્વયે જૂનાગઢ વિભાગ હેઠળના વિભાગીય યાંત્રાલય જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાટંવા તથા જેતપુર ડેપો તેમજ વિભાગીય કચેરીઓમાં એપેન્ડિક્સ એક્ટ-૧૯૬૧ મુજબ ઓક્ટોબર-૨૦૨૩ના ભરતી સત્ર માટે મીકેનિકલ ડીઝલ, ટર્નર, વેલ્ડર, ફીટર, એમએમવી તથા પાસા/કોપા ટ્રેડની જગ્યાઓ માટે એપ્રેન્ટીસની ભરતી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની હોય મિકેનિકલ ડીઝલ, ટર્નર, વેલ્ડર, ફીટર, એમએમવી તથા પાસા/કોપા ટ્રેડ માટે ધોરણ ૧૦ પાસ અને આઈટીઆઈ એનસીવીટી/જીસીવીટી સર્ટિફિકેટ સાથે પાસ હોય તેવી લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ પર Candidate રજીસ્ટ્રેશન કરી ત્યારબાદ કમ્પ્લીટ પ્રોફાઈલ અપડેટ કરી જેમાં આધાર વેરીફીકેશન કર્યા બાદ અપડેટ પ્રોફાઈલની નકલ તેમજ યુઝરનેમ તથા રજીસ્ટ્રેશન નંબરની પ્રિન્ટ સાથે આગામી તા.૨૨/૦૮/૨૦૨૩થી ૨૫/૦૮/૨૦૨૩ સવારે ૧૧ થી ૨ કલાક સુધી ઓફિસ સમય દરમિયાન એપ્રેન્ટિસ તરીકે જોડાવા ઇચ્છતા ઉમેદવારોએ રૂા.૫ની કિંમતનું નિયમ મુજબ અરજી પત્રક વિભાગીય નિયામકની કચેરી, મોતીબાગ પાસે એસ.ટી. જૂનાગઢ ખાતેથી મેળવી તા.૨૫/૦૮/૨૦૨૩ને ૨ વાગ્યા સુધીમાં સંપૂર્ણ પ્રમાણપત્ર તેમજ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂમાં જમા કરી આપવા જે ઉમેદવાર દ્વારા https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ પર Candidate Registration તથા આધાર વેરીફિકેશન કરેલ નહિ હોય તેઓના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, દરેક ટ્રેડના ઉમેદવારો માટે વય મર્યાદા ૧૮ થી ૩૩ વર્ષની રહેશે, વય મર્યાદા માટે તા.૨૨/૦૮/૨૦૨૩ સુધી ગણવામાં આવશે. સમય મર્યાદા બાદ મળેલ તેમજ ટપાલ દ્વારા કોઈ અરજી/ફોર્મ સ્વીકારવામાં આવશે. વધુ માહિતી માટે વિભાગીય નિયામકની કચેરી એસ.ટી. જૂનાગઢનો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *