Gujarat

જેતપુરની હોટેલમાં પુત્રનો જન્મ દિવસ મનાવતા  ઉદ્યોગપતિની કારનો કાચ તોડી રૂ. દોઢ લાખની ઉઠાંતરી 

જેતપુરમાં એક હોટેલમાં ઉદ્યોગપતિ પરિવાર લાડલા પુત્રનો જન્મદિવસ ઉજવાતો હતો અને હોટેલ બહાર ભેજાબાજ તસ્કરો ઉદ્યોગપતિ પરિવારની કારનો કાચ તોડી રૂપિયા ૧.૫૦ લાખ રોકડની ઉઠાંતરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરના  જુનાગઢ રોડ પર આવેલ જેએફએમ હોટલમાં ગત રાત્રીના ઉદ્યોગપતિ પરીવારના સગુણા ડાઇંગ વાળા સંદિપભાઇ આંબલીયા તેના પુત્રનો જન્‍મ દિવસ હોય પરીવારના સભ્‍યો સાથે તેની ફોરચ્‍યુન કાર લઇને ગયેલ કાર પાર્કીંગમાં પાર્ક કરી પરીવારે જમીને પરત ફરતા તેની કારનો પાછળની શીટનો કાચ કુટેલ હોય અંદર તપાસ કરતા લેપટોપની બેગમાં રાખેલ રોકડા રૂા. ૧.પ૦ , લાખ ગુમ હોય ચોરી થયાનું માલુમ પડતા આ અંગેની જાણ પોલીસને કરેલ સીટી પીઆઇ સ્‍ટાફ સાથે ઘટના સ્‍થળે પહોંચી પુછપરછ કરતા રૂા. ૧.પ૦  લાખ ની રોકડની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું.
બોક્સ : હોટેલ સંચાલકની ભયંકર બેદરકારી : સીસી કેમેરા બંધ રાખ્યા’તા
પોલીસે તપાસ હાથ ધરતા આ હોટેલના સીસીટીવી કેમેરા ચેક કરવાનું કહેતાં હોટલના માલીકે કેમેરા બંધ હોવાનું જણાવેલ તેમજ આ હાઇવે રોડ પર આજુ બાજુ કોઇના કેમેરા પણ નથી કે પગેરૂ મળી શકે. ત્યારે પ્રશ્નો એ થાય છે કે હોટલમાં ઘણા લોકો પોતાનો પારીવારીક પ્રસંગ પણ રાખે છે. જેમાં ર૦૦-પ૦૦ જેટલા લોકો આવતા હોય છે. જો કેમેરા બંધ હોય તો તેની સીકયોરીટી શું ? તેવો પ્રશ્ન લોકોમાં પુછાઇ રહ્યો છે. એવુ પણ જાણવા મળેલ કે ત્‍યાં સીકયોરીટીના માણસો પણ ન હતા જો તે સાચી હકિકત હોય તો અહિં આવનારની સલામતી શું ? તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે. આ અંગે જેતપુર પોલીસ મથકના પીએસ ઓને પુછતા તેમણે જણાવેલ કે હજુ ચોરીની ફરીયાદ પોલીસ દફતરે નોંધાઇ નથી. તો પોલીસ કારનો કાચ તોડી રૂા. ૧.પ લાખ ચોરી જગ્‍યાનું પગેરૂ મેળવી શકશે ? તેવુ લોકોમાં ચર્ચાય રહ્યું છે.(ફોટો : હરેશ ભાલિયા)

IMG_20230822_095446.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *