Gujarat

છોટાઉદેપુરના કોરાજ ગામે કુવામાં પડેલા વન્ય પ્રાણી દિપડા નું વન વિભાગ એ દિલ ધડક રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યો

છોટાઉદેપુર તાલુકાના કોરાજ ગામે મંગાભાઈ રાઠવાના ખેતરના કૂવામાં રાત્રી દરમિયાન વન્ય પ્રાણી દિપડો પડ્યો હતો, વહેલી સવારે વન વિભાગને માહિતી મળતા તાત્કાલિક વન વિભાગના ACF કે.એમ.બારીયા, આરએફઓ નિરંજન રાઠવા, ફોરેસ્ટર યોગેશ બારીયા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા, પાણીથી ભરેલા ઊંડા કૂવામાં દીપડાને બહાર લાવવા માટે વન વિભાગે એક પાંજરા ને દોરડાઓ વળી બાંધી કુવામાં ઉતાર્યો, ભારે જહમત બાદ દીપડો પાંજરામાં પુરાયો અને વન વિભાગે દીપડાને સુરક્ષિત બહાર કાઢી લેવાયો, વન વિભાગે માત્ર અડધા કલાકમાં સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યો અને હાલ દીપડાને સારવાર કરાવી ઓબઝર્વેશનમાં રાખ્યું છે ત્યારબાદ તેને સુરક્ષિત જંગલમાં છોડવામાં આવશે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230822-115627.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *