Gujarat

 સ્વસહાય જૂથની મહિલાઓ અને નાના ખેડૂતોની ક્ષમતા વર્ધન માટે કામ કરતી સંસ્થા કેર ઇન્ડિયા અને HDFC બેંક પરિવર્તન ના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે કૃષિ ઉપયોગી સાધન સહાય આપવામાં આવી.  

નોટ ફોર પ્રોફિટ ના ધોરણે આરોગ્ય ,આજીવિકા,શિક્ષણ,આપત્તિ રાહત જેવા ક્ષેત્રે જીવન બચાવવુ ,સામાજિક સુરક્ષા સક્ષમ કરવી અને ગરીબી હટાવવના ધ્યેય સાથે દેશના 19 રાજ્યોમાં કામ કરતી સંસ્થા કેર ઇન્ડિયા દ્વારા HDFC બેન્ક પરિવર્તન ના નાણાકીય સહયોગ થી છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકાના 45 ગામોમાં ખેતી, પશુપાલન, જળ-જમીન સંરક્ષણ,સ્વસહાય જૂથોનું મજબૂતીકરણ અને તેમના માટે એન્ટરપ્રાઇઝ ઉભી કરવાના વિષય ઉપર કામગીરી કરવામાં આવી રહી છે,જેના ભાગરૂપે 10 ગામ વચ્ચે સ્થાપિત કસ્ટમ હાયરિંગ સેન્ટર અને કોમન ફેસિલિટી સેન્ટરના સ્વસહાય જૂથોને રોટાવેટર, થ્રેશર, કલ્ટીવેટર,રિંગ પડલર,કરબ સહિતના કૃષિ ઓજારો વિતરણ કરવામાં આવ્યા, આ કૃષિ સાધનો ભાડે આપી સ્વસહાય જૂથની બહેનો સારી એવી આવક મેળવી આર્થિક રીતે સશક્ત બનશે, કાર્યક્રમમાં પશુ પાલન વિભાગના નાયબ નિયામક ડો.સ્નેહલ પટેલ, મદદનીશ ખેતીવાડી અધિકારી સુનિલ પટેલ,આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેકર સુદેશા રાની પંડિત, HDFC બેન્ક મેનેજર ,સ્વસહાય જુથો ના TLM અને સ્વસહાય જૂથની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી, કાર્યક્રમમાં યોજનાનો લાભ લઇ આર્થિક રીતે સક્ષમ બનેલ જૂથોની બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230822-132622.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *