Gujarat

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગુતાલ ખાતે ૩૬મુ વ્યાખ્યાન યોજાયું.

મકસુદ કારીગર,કઠલાલ
       ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આર્ય ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અત્રેની શાળામાં જીવન ઘડતર વ્યાખ્યાન માળાનો ૩૬મો મણકો યોજાયો હતો. જેમાં વક્તા તરીકે ગુજરાતના પીઢ કવિ રાજેન્દ્ર શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગરના સચિવ શ્રી પુલક ત્રિવેદી હાજર રહ્યા હતા. આ શાળામાં છેલ્લા પાંચ વર્ષથી દર મહિનાના છેલ્લા શનિવારે વ્યાખ્યાન યોજવામાં આવે છે. આ કાર્યક્રમનું સંચાલન શ્રી પારસ દવેએ તેમજ આભારવિધિ મિતેષ પંચાલે કરી હતી. શાળાના શિક્ષકોમાં સ્નેહલબેન રાવલ, અંજનાબેન સેંગલ, જીપ્સાબેન માહ્યાવંશી અને મહેશ ચાવડાએ સહાયકની ભૂમિકા ભજવી હતી.

IMG-20230826-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *