Delhi

મુખ્યમંત્રી સોરેન ઈડીના સમન્સ સામે સુપ્રીમ કોર્ટમાં ગયા, જમીન કૌભાંડ કેસમાં નોટિસ જારી કરવામાં આવી

નવીદિલ્હી
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સમન્સ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સીએમ સોરેન ૧૪ ઓગસ્ટે ઈડી સમક્ષ હાજર થવાના હતા. ગેરકાયદે માઈનિંગ કેસમાં ઈડી તેમની પૂછપરછ કરી ચૂકી છે. જાે કે, સમન્સ જારી થયા બાદ તેમની ઓફિસ તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો, પરંતુ હવે તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સી ડઝનથી વધુ જમીન કૌભાંડોની તપાસ કરી રહી છે. આમાં સંરક્ષણ જમીન સંબંધિત સોદો પણ સામેલ છે જેમાં જમીન માફિયાઓ, વચેટિયાઓ અને અમલદારોની સાંઠગાંઠ કથિત રીતે ૧૯૩૨ સુધીના દસ્તાવેજાે બનાવટી બનાવવા માટે મળી હતી. ઇડી વતી પીએમએલએ ઝારખંડના આઇએએસ છવી રંજનને જેલમાં મોકલી ચૂકી છે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *